વાંકાનેર : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભ અંતર્ગત તા. 06/01/25 ના રોજ વાંકાનેર ખાતે યોજાયેલી અંડર-14 યોગાસન સ્પર્ધામાં તાલુકા કક્ષાએ નવા કોઠારીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની કોબીયા તૃષા અને જોગરાજીયા ક્રિષ્નાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકા કક્ષાએ ક્રમશ: દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવી શાળા તથા ગામનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવારે બન્ને વિદ્યાર્થિનીઓને શુભેચ્છા પાઠવી છે અને આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થિની કોબિયા તૃષા વાંકાનેર તાલુકા કક્ષાનું નેતૃત્વ કરશે તે માટે શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.