હળવદ : નવા ઇશનપુર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા મામલતદારને રજુઆત કરવામાં આવી છે. આ રજૂઆત અનુસાર હાલમાં દેશમાં કોરોના વાયરસના ફેલાવવાના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના મુજબ ગ્રામ્ય વિસ્તરોમાં પણ ઠંડાપીણાં, ખાણીપીણી સહીતની દુકાનો બંધ રાખવાનો આદેશ છે. પરંતુ નવા ઇશનપુર ગામમાં જાહેરનામાનો ભંગ થતો હોવાથી ભંગ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે.