રૂપિયા 7131 લાખના ખર્ચે જામસર ચોકડીથી વીરપુર,શિવપુર,માથક અને કડિયાણાને જોડતો માર્ગ બનશેહળવદ : મોરબી હળવદને જોડતા રોડનું હાલ કામ ચાલુ છે તેમજ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસરની કનેક્ટિવિટી માટે જામસર ચોકડીથી વીરપુર,શિવપુર,માથક અને કડિયાણાને જોડતો નવો માર્ગ રૂપિયા 7131 લાખના ખર્ચે બનશે.ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના પ્રયત્નોથી મોરબી જિલ્લાને નવો એક હાઇવે ભેટ મળવા જઈ રહ્યો છે.હળવદથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હીરાસર માટે શોર્ટ કટ્ટ કનેક્ટિવિટી માટે જામસર ચોકડીથી વીરપુર,શિવપુર, માથક અને કડિયાણાને જોડતો માર્ગ રૂપિયા 7131 લાખના ખર્ચે બનશે.જે માટે હાલમાં ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી કરી લેવામાં આવી છે અને ટેન્ડર ફાઇનલ થયે ટૂંક સમયમાં જ કામગીરી ચાલુ થનાર હોવાનું જાણવા મળે છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ બનવાથી હળવદ અને વાંકાનેર વધુ નજીક આવશે.માટેલ સુધી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ આવી ગયું હોય જેથી હળવદ તેમજ મૂળી પંથકના લોકો કે જે સીરામીકમાં કામ કરે છે તેઓને પણ ખાડા માર્ગથી મુક્તિ મળશે.સાથે જ હિરાસર એરપોર્ટ પહોંચવામાં પણ આ માર્ગ મહત્વનો બનશે.