લગ્નમાં તથા સમારોહમાં ખુલ્લી જગ્યામાં 400, અંતિમવિધિમાં 100 લોકો, થિયેટર-જિમ-સ્પા 50 ટકાની મર્યાદામાં ચાલુ રાખી શકાશે મોરબી : રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી તા.15 સુધીની કોરોનાની ગાઈડલાઇન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં 1થી 9નું ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે મોરબીમાં રાત્રી કરફ્યુનું નિયંત્રણ રાખવામાં આવ્યું નથી. માત્ર 10 શહેરોમાં જ રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યું છે. વધુમાં લગ્નમાં તથા સમારોહમાં ખુલ્લી જગ્યામાં 400, અંતિમવિધિમાં 100 લોકોની મર્યાદા રાખવામાં આવી છે. જ્યારે થિયેટર-જિમ-સ્પા 50 ટકાની મર્યાદામાં ચાલુ રાખવાની છુટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજયમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા હાથ ધરીને રાજયના નાગરિકોના સ્વાચ્ય - આરોગ્યના વિશાળ હિતમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલ તેમજ મુખ્યસચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવોની પણ આ બેઠકમાં ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર રાજયમાં અમલમાં મૂકવામાં આવેલા નિયંત્રણ જાહેર સમારંભ સમગ્ર રાજયમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારોહ અને ધાર્મિક સ્થળોમાં ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની કેપેસિટીના 50 ટકા અને મહત્તમ 400 વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગ લગ્ન પ્રસંગમાં ખુલ્લામાં મહત્તમ 400 વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 ટકા જેમાં મહત્તમ 400 વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. લગ્ન પ્રસંગ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમક્રિયા/દફનવિધી અંતિમ ક્રિયા કે દફનવિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મંજુરી ટ્રાન્સપોર્ટેશન પબ્લિક તથા પ્રાઇવેટ બસ નોન. એ.સી. બસ સેવાઓ 75 ટકા ક્ષમતા સાથે, જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ 75 ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ક્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. સિનેમા હોલ -જિમ સિનેમા હોલ તથા જિમ બેઠક ક્ષમતાના 50 ટકાથી ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ ક્ષમતાના મહત્તમ 50 ટકા સાથે ચાલુ રાખી શકાશે. વાંચનાલયો- ઓડિટોરિયમ- મનોરંજક સ્થળો વાંચનાલયો, ઓડિટોરિયમ, મનોરંજક સ્થળોતથા એસેમ્બલી હોલ બેઠક ક્ષમતાના 50 ટકાથી ચાલુ રાખી શકાશે. જાહેર બાગ- બગીચાઓ જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે ધો.9થી ગ્રેજ્યુએટ સુધીના કોર્ષ ધો.9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશનો કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે શૈક્ષણિક સંસ્થાઓ રાજયભરની શાળાઓમાં ધોરણ 1થી 9માં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફલાઈન શિક્ષણ તા.31 સુધી બંધ રહેશે. માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે. પરીક્ષાઓ શાળા, કોલેજ, અન્ય કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓયોજી શકાશે. તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ યોજી શકાશે. સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્પોર્ટ્સ સંકુલ તથા સ્ટેડિયમ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ કરી શકાશે. 10 શહેરોમાં મુકવામાં આવેલા નિયંત્રણો રાત્રી કરફ્યુ તા.8થી 15 સુધી રાજયના અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જુનાગઢ શહેર, ગાંધીનગર શહેર, ઉપરાંત વધુ બે નગરો આણંદ શહેર અને નડીયાદમાં દરરોજ રાત્રિના 10 કલાકથી સવારના 6 કલાક સુધી રાત્રિ કર્યુ અમલમાં રહેશે. ધંધા- વ્યાપાર દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, ઉપરોકત 10 શહેરોમાં સામે દર્શાવેલ વ્યાપારિક ગતિવિધિ લારી-ગલ્લાઓ, શોપિંગ કોપ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર હાટ, હેર કટીંગ સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ/રેસ્ટોરેન્ટસ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રિના 10 કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ/રેસ્ટોરેન્ટ્સમાં હોમ ડિલિવરી સેવાઓ રાત્રિના 11 કલાક સુધી ચાલુ રાખી શકાશે.