મોરબી : ગુજરાત સરકાર પ્રેરીત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત વેક્સીનેશન અભિયાન અંતર્ગત નવયુગ કોલેજ વેક્સીનેશન કેન્દ્રમાં તમામ સ્ટુડન્ટ્સને વેક્સીન આપવામાં આવી હતી. ગુજરાત સરકારના વેક્સીનેશન અભિયાનને વેગવંતુ બનાવવાની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પહેલના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આયોજિત વેક્સીનેશન અભિયાનના સંદર્ભમાં આજે નવયુગ કોલેજને કેન્દ્ર આપવામાં આવ્યું હતું. નવયુગ કોલેજ માં B.Sc, B.Ed, B.B.A, LL.B માં અભ્યાસ કરતા તમામ સ્ટુડન્ટ્સ અને સ્ટાફનું આજે નવયુગ કોલેજના કેન્દ્રમાં વેક્સીનેશન કરવામાં આવ્યું હતું અને નવયુગ કોલેજે ૧૦૦% વેક્સીનેટેડ સ્ટુડન્ટ્સ ધરાવતી કોલેજ હોવાનું બહુમાન પ્રાપ્ત કર્યુ હતું. વેક્સીનેશન કરાવવા બદલ નવયુગ ગૃપ ઓફ્ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાએ સ્ટુડન્ટ્સને આવકાર્યા હતા અને તેઓ સમાજમાં વેક્સીનેશન બાબતે લોકોને જાગૃત કરે તેવું આહવાન કર્યુ હતું. આ તકે પી.ડી.કાંજીયાએ મોરબી નગરપાલિકા તેમજ આરોગ્ય વિભાગના હોદ્દેદારોનો આભાર માન્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..