તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને બિઝનેસનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના નેજા હેઠળની નવયુગ બી.બી.એ. કૉલેજમાં તાજેતરમાં ચાર દિવસનો એસ.વાય. બી.બી.એ. ના વિદ્યાર્થીઓ દ્વારા મેનેજમેન્ટ એકસલન્સ-2021 વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના અધ્યક્ષ સ્થાને આ વકર્મશોપ યોજાયો હતો. ચાર દિવસીય વર્કશોપમાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી એવા પ્રેકિટકલ જ્ઞાનનું મહત્ત્વ સમજાવી ભણતરની સાથે કોર્પોરેટ કલ્ચર વિશે માર્ગદર્શન અને પ્રેરણા પી. ડી. કાંજીયાએ પૂરી પાડી હતી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવામાં ડૉ. હિરેન મહેતાસર અને અન્ય બી.બી.એ.ના સ્ટાફ મિત્રો, પ્રો. ચાર્મી સંતોકી, પ્રો. અંજના ભોરણીયા, પ્રો. જાનકી કાલાવડીયાએ જહેમત ઉઠાવી હતી. આ મેનેજમેન્ટ એકસલન્સ વર્કશોપમાં અકૅડમિશ્યન હિતુલ કારીયા, એન.એલ.પી. નિષ્ણાત હિતેશ પરમાર, શેરબજાર વિશ્લેષક અંકિત બદ્રકીયા અને બિઝનેસ બેન્કિંગ નિષ્ણાત મધુર નરસીયન એવા 4 નિષ્ણાતો મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર્યા હતા. જેમણે આ વર્કશોપને કાર્યસાધક (અમલી) બનાવી કૉલેજના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ 4 દિવસ દરમિયાન નવયુગ ગૃપ ઓફ એજયુકેશનના માનનીય મુખ્ય મહેમાન એવા બી.એસ.સી. ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ ભીલાસર, કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ વી.એન. વરમોરા તથા નવયુગ સ્કૂલના પ્રિન્સિપાલ યતિન રાવલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. છેલ્લા દિવસે સમાપન સમારોહમાં ઓદ્યોગિક નગરી મોરબીના વોલ ટાઇલ્સ સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા તેમજ સેનેટરીવેરના પ્રમુખ કિરિટભાઇ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને બિઝનેસનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..