મોરબી : મોરબી જિલ્લામાં મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 10456 નવા મતદારો ઉમરેવામાં આવ્યા છે.આ નવા મતદારો આગામી લોકસભાની ચૂંટણી મતદાન કરી શકશે મોરબી જિલ્લા વહીવટી તંત્રએ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને નવી મતદાર યાદી જાહેર કરી છે જેમાં દર્શાવેલા સતાવાર આંકડા મુજબ ગત વિધાનસભાની ચૂંટણીમાં મોરબી માળીયા બેઠક પર 135880 પુરુષ અને 123409 સ્ત્રી મળીને કુલ 259289મતદારો નોંધાયેલા હતા.તેમાં હવે 3877 નવા મતદારો ઉમેરાયાને ટોટલ 263166 મતદારો થયા છે.તેવી જ રીતે ટંકારા પડધરી બેઠક પર 117431પુરુષ અને 109943 સ્ત્રી મળીને કુલ 227374 મતદારો નોંધાયા હતા. જેમાં હવે 2930 નવા મતદારો ઉમેરાયા ને ટોટલ 230304 મતદારો થયાછે અને વાંકાનેર બેઠક પર 129653પુરુષ તથા 118990 સ્ત્રી મળીને કુલ 248625 મતદારો નોંધાયેલા હતા.જેમાં હવે 3649 નવા મતદારો ઉમેરાયા ને ટોટલ 252274 મતદારો થયા છે. આવી રીતે આગામી લોકસભાની ચૂંટણી માટે મોરબી જિલ્લાના 10456 નવા ઉમેદવારો નોંધાયા છે. અને જિલ્લા માં ટોટલ 745744 મરદારો થયા છે [caption id='attachment_45204' align='aligncenter' width='612'] illustration of hand with voting sign of India[/caption]