અત્યાર સુધીના 30 કેમ્પમાં કુલ 9,591 લોકોએ લાભ લીધોમોરબી: શહેરમાં આવેલું જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે ગુરુવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન સ્વ.રમણીકલાલ અવિચળભાઈ પોપટ પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજવામાં આવશે. અત્યાર સુધીના 30 કેમ્પમા કુલ 9,591 લોકોએ લાભ લીધો તેમજ 4,236 લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે.જે અંતર્ગત આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશ ઘેલાણી (૯૮૨૫૦૮૨૪૬૮), હરીશ રાજા (૯૮૭૯૨૧૮૪૧૫), નિર્મિત કક્કડ (૯૯૯૮૮૮૦૫૮૮), અનિલ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬) પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે. સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.