મોરબી : આગામીતારીખ 8 ઓક્ટોબરને શનિવારના રોજ આમરણ ખાતે સવારે 9-30 થી 12-30 દરમિયાન સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આમરણ ખાતે કાસુન્દ્રા પરિવાર ભવન (મંદિર ખાતે) લાભાર્થીઓને નેત્રમણી-નેત્રયજ્ઞ (ઓપરેશનની સુવિધા સાથે)ની સારવાર કરી આપવામાં આવશે. સાથે જ મોતીયાની સારવાર પણ ફ્રીમાં કરી આપવામાં આવશે. સમગ્ર આયોજન સિદ્ધિ વિનાયક ગ્રુપ આમરણ અને રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ (આંખની હોસ્પિટલ) દ્વારા કરાયું છે. વધુ માહિતી માટે 9510010046 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.