ટંકારા: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામની પ્રાથમિક શાળામાં આ અંગે માહિતી આપી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખુશ રહેવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થી દિલીપ રાણવા દ્વારા નેસડા ખાનપર પ્રાથમિક શાળામાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન અંગે માહિતી આપવામાં આવી હતી અને હંમેશા તન, મન અને સાર્વત્રિક રીતે ખુશ રહી પોતાના અને આસપાસના લોકોના માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવા અને હંમેશા ખુશ રહેવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.