ટંકારા : ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે આગામી તારીખ 20 નવેમ્બરને સોમવારના રોજ નકલંક નેજાધારી તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. પંકજભાઈ વાલજીભાઈ ભાડજા દ્વારા નેસડા (ખાનપર) ગામે તોરણીયાનું પ્રખ્યાત રામામંડળ રમાડવાનું આયોજન કરાયું છે. જેમાં નકલંક સાઉન્ડના સથવારે કલાકાર ભુટો ભરવાડ, મિલન કાકડીયા અને કોમેડી કિંગ ભોળાભાઈ (ગગુડીયો) સહિતના કલાકારો રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર રજૂ કરશે.