ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે પેટ્રોલપંપ માલિકે પેટ્રોલપંપનું સંચાલન કરતા આરોપીઓ પાસેથી હિસાબ માંગતા 7 શખ્સોએ પેટ્રોલપંપના સંચાલકને ધમકી આપી ગાળો આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે પેટ્રોલપંપ ધરાવતા રાજકોટના વૃદ્ધ અજીતસિંહ નાનભા ઝાલાના પેટ્રોલપંપમાં સંચાલન કરતા આરોપી પરાક્રમસિંહ ઉર્ફે કાનો ઘનશ્યામસિંહ ઝાલા, અભિરાજસિંહ ઝાલા અને સહદેવસિંહ ઝાલા પાસે હિસાબ માંગતા હિસાન નહિ આપી આરોપીઓએ વારાફરતી પેટ્રોલપંપ ઉપર આવી સંચાલકને ગાળો આપી હતી.વધુમાં ફરિયાદી અજીતસિંહ ઝાલાએ બનાવ અંગે આરોપી ધર્મેંન્દ્રસિંહ ઉર્ફે ટેપો જસુભા ઝાલા, ધનશ્યામસિંહ ભીખુભા ઝાલા,નવિક્રમસિંહ ઉર્ફે ટીનો જસુભા ઝાલા, જીતેન્દ્રસિંહ ઉર્ફે લાલો જસુભા ઝાલા, પરાક્રમસિંહ ઉર્ફે કાનો ઘનશ્યામસિંહ ઝાલા, અભીરાજસિંહ યુવરાજસિંહ ઝાલા અને સહદેવસિંહ જયરાજસિંહ ઝાલા રહે.બધા નેકનામ વાળાઓએ એક સંપ કરી ફરિયાદી અજિતસિંહને જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.