ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીના હસ્તે ધ્વજારોહણ મોરબી : મોરબીના વાલ્મિકી સમાજના વસાહતમાં આવેલ રામદેવપીરના મંદિરે ભાદરવી અગિયારસ નિમિતે આજથી રામદેવપીરના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે નોમના દિવસે વાલ્મિકી સમાજના વસાહતમાં આવેલ રામદેવપીરના મંદિરે ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીના હસ્તે નેજો ચડાવવામાં આવ્યો હતો. મોરબીના જેલ રોડ ઉપર આવેલ વાલ્મિકી સમાજના વસાહતમાં આવેલા રામદેવપીરના મંદિરે ભાદરવી અગિયારસ નિમિત્તે આજથી રામપીરનો ત્રીદિવસ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આજે નોમના દિવસે ધાર્મિક પરંપરા અનુસાર વાલ્મિકી સમાજના લોકોની હાજરીમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીના હસ્તે રામદેવપીરના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ તકે બન્ને મહાનુભાવોએ આ વિસ્તારમાં સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવીને ભગવાન રામદેવપીરના ઉત્સવ અંગે શુભેચ્છા પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..