મોરબીના વિશિપરામાં બનેલી ઘટના મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં ગતરાત્રીના રીક્ષા અને કાર પાર્ક કરવા મુદ્દે બે પાડોશીઓ વચ્ચે હાથોહાથની જામી પડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ છે. સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વિશિપરા આંબેડકર કોલોનીમાં રહેતાં બીપીનભાઈ પરસોત્તમભાઈ શ્રીમાળીને ઘર પાસે પોતાની રીક્ષા પાર્ક કરવા મામલે આરોપી મનસુખભાઇ દયારામભાઈ શુક્લ, હિમતભાઈ અને રમીલાબેને ઝગડો કરી મારામારી કરતા બીપીનભાઈએ ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે હિમતભાઈ મનહરભાઈ શુકલએ પણ પોતાની કાર પાર્ક કરવા અંગે બીપીનભાઈ શ્રીમાળી, જોશનાબેન અને શિતલબેન શ્રીમાળીએ ઝગડો કરી મારામારી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..