મોરબી અપડેટ : દેશભરમાં આવતીકાલે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે મોરબી શહેરમાં પણ રાષ્ટ્રીય પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ મોરબીની શાન ગણાતા ઐતિહાસિક નહેરૂ ગેટ અને ગ્રીન ચોકને તિરંગાની થીમ પર સુંદર રોશનીથી શણગારવામાં આવ્યા છે. રાત્રિના સમયે આ ઐતિહાસિક ઈમારતો તિરંગાના રંગમાં રંગાયેલી જોઈને દેશભક્તિનો માહોલ સર્જાયો છે.સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે કરાયેલા આ ભવ્ય શણગારને જોવા રાત્રિના સમયે શહેરીજનો અહીં આવી રહ્યા છે. યુવાનો તેમજ પરિવારો આ સુંદર નજારાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરતા જોવા મળી રહ્યા છે. સમગ્ર મોરબી શહેરમાં રાષ્ટ્રીય પર્વને લઈને અનેરો થનગનાટ અને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.#Morbi #MorbiUpdate #IndependenceDay #15thAugust #NehruGate #GreenChowk #TirangaLighting #MorbiNews #GujaratNews #Patriotism #Tiranga