મોરબી પાલિકાએ ચેકીંગ કરી 10 હજારનો દંડ ફટકાર્યોમોરબી : મોરબી નગરપાલિકાના સેનિટેશન વિભાગે લાંબા સમય બાદ આજે ચેકીંગ હાથ ધરતા સાવસર પ્લોટમાં બે હોસ્પિટલો દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો હોવાનું ધ્યાને આવતા પાલિકા તંત્રએ 10 હજારનો દંડ ફટકાર્યો હતો.મોરબીમાં હોસ્પિટલ ઝોન તરીકે ઓળખાતા સાવસર પ્લોટ વિસ્તારમાં આજે મોરબી નગર પાલિકાના સેનિટેશન વિભાગના કૃષ્ણસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવતા મધુરમ ઓર્થોપેડિક હોસ્પિટલ અને શ્યામ હોસ્પિટલ દ્વારા જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા આવ્યો હોય જે બદલ બન્ને હોસ્પિટલોને રૂપિયા 5 - 5 હજારનો દંડ ફટકાર્યો હતો. પાલિકા દ્વારા હજુ પણ આવું ચેકીંગ ચાલુ રાખવામાં આવશે તેવું સતાવાર જાહેર કરાયું છે.