મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા જે કુંડી સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં બેદરકારી સામે આવી છે. મહાનગરપાલિકા દ્વારા કુંડી સાફ કરીને કુંડીમાંથી નીકળેલો કચરો અને ગાર કુંડીની આસપાસ જ મૂકી દીધો છે.આ અંગે એક જાગૃત નાગરિકે ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, મોરબી શહેરના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડની સામે મહાનગરપાલિકા દ્વારા કુંડીઓની સફાઈ કરવામાં આવી હતી. જોકે કુંડીઓમાંથી નીકળેલો કચરો અને ગાર કુંડીની આસપાસ જ મૂકીને કર્મચારીઓ જતા રહ્યા છે. જો વરસાદ પડશે તો આ કચરો અને ગાર ફરીથી કુંડીમાં જશે અને ફરીથી કુંડી બ્લોક થવાની શક્યતા છે. તેથી કુંડીની સફાઈ કરીને તાત્કાલિક પાછળથી આ કચરો ભરાવી લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.