પેપર લીક થવાની આશંકાઓ અને વ્યાપક વિરોધ વચ્ચે લેવાયો નિર્ણય : કેન્દ્ર સરકારે તપાસ CBI ને સોંપીમોરબી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 3 મેના રોજ લેવાયેલી NEET UG 2026 પરીક્ષા રદ કરવામાં આવી છે. પેપર લીક થવાની આશંકાઓ અને વ્યાપક વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ NTA એ આ મોટો નિર્ણય લીધો છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપી દીધી છે.ફરીથી લેવાશે પરીક્ષા, વિદ્યાર્થીઓને ફી પરત મળશેNTA ની તપાસ અને કાયદા અમલીકરણ એજન્સીઓના અહેવાલ બાદ સ્પષ્ટ થયું છે કે વર્તમાન પરીક્ષા પ્રક્રિયા ચાલુ રાખવી યોગ્ય નથી. આથી NEET UG 2026 ની પરીક્ષા ફરીથી યોજવામાં આવશે. 3 મેના રોજ 23 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. NTA એ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર રહેશે નહીં અને તેમના પરીક્ષા કેન્દ્રો પણ બદલવામાં આવશે નહીં. નવેસરથી એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે અને પરીક્ષામાં સામેલ થયેલા તમામ વિદ્યાર્થીઓની ફી પણ પાછી આપવામાં આવશે.720 માંથી 600 માર્કના પ્રશ્નો અગાઉથી જ લીક થયા હતારાજસ્થાનમાં અનેક વિદ્યાર્થીઓ પાસેથી હાથથી લખેલું ગેસ પેપર મળી આવ્યું હતું. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે 720 માંથી 600 માર્કના પ્રશ્નો પરીક્ષાના બે દિવસ પહેલા જ સીકરમાં વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓ સુધી જે 'ક્વેશ્ચન બેંક' પહોંચી તેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના 300 થી વધુ પ્રશ્નો હતા, જે એક જ હેન્ડરાઇટિંગમાં લખાયેલા હતા. આમાંથી 150 પ્રશ્નો NEET UG 2026 ના પેપરમાં યથાવત પૂછાયા હતા.SOG ની તપાસ તેજ: 13 શંકાસ્પદો અટકાયતમાં10 મેના રોજ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ઇન્ટેલ ઇનપુટના આધારે દેહરાદૂન, સીકર અને ઝુંઝુનુમાંથી 13 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા છે. જેમાં સીકરની એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા કરિયર કાઉન્સિલર અને એક પીજી (PG) સંચાલકનો પણ સમાવેશ થાય છે. આ પીજી સંચાલકને વોટ્સએપ પર પેપર મળ્યું હતું અને તેણે પોતાના ત્યાં રહેતા વિદ્યાર્થીઓને વહેંચ્યું હતું. હાલ SOG માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે તમામ શંકાસ્પદોની સોશિયલ મીડિયા ચેટ્સ અને કોલ લોગ્સ તપાસી રહી છે.એન્ટી-પેપર લીક કાયદા હેઠળ થશે આકરી સજાકેન્દ્ર સરકારે 21 જૂન 2024 ના રોજ દેશમાં પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024 લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ જો કોઈ પેપર લીક કરે અથવા આન્સર શીટ સાથે ચેડાં કરે તો તેને 3 થી 5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો પરીક્ષા સંચાલન માટે નિયુક્ત સર્વિસ પ્રોવાઇડર દોષિત ઠરશે તો તેને 5 થી 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.#MorbiUpdate #NEET2026 #NEETUG #NTANews #NEETExamCancelled #PaperLeak #CBIInevestigation #EducationNews #GujaratNews #NationalNews