વાંકાનેર : વાંકાનેર નજીક કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં બાઈકસવાર વૃદ્ધનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ચોટીલાની સરકારી હોસ્પિટલ પાછળ રહેતા અજય છનાભાઈ ગોઢકિયાના પિતા છનાભાઈ સુખાભાઈ ગોઢકિયા ગતતા.19 એપ્રિલના રોજ પોતાના મોટર સાયકલ પર વાંકાનેરના તીથવા ગામ નજીક પસાર થઈ રહ્યા હતા.તે સમયે પુરપાટ ઝડપે આવતી જી.જે.16 કે 8213 નંબરની કારના ચાલકે આ બાઇકને હડફેટે લેતા બાઇક સવાર છનાભાઈને ગંભીર ઇજા થવાથી તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે તેમના પુત્રએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.