મોરબી : મોરબી નજીક ટીંબડીના પાટિયા પાસે બાઇક ટ્રકની પાછળ ઘુસી જતા એકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી ચલાવી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી પાસે ટીંબડી ગામના પાટિયા નજીક ઓએસિસ કારખાનાની સામે રોડ ઉપર આજે બપોરે 3:30 વાગ્યાના અરસામાં એક બાઇક ટ્રકની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અશોકભાઈ માવજીભાઈ રાઠોડ ઉ.વ.40. રહે. જુના નાગડાવાસ વાળાનું મોત નીપજ્યું હતું. તેમ તપાસ અધિકારી સબળસિંહ પાસેથી જાણવા મળ્યું છે.