ગૌરક્ષકોની ટીમે 11 પાડા ભરેલ બોલેરો ગાડીને તાલુકા પોલીસને હવાલે કરી મોરબી : મોરબીના ગૌરક્ષકોની ટીમે ગત રાત્રે મોરબી-માળીયા હાઇવે ઉપર નાગડાવાસ ગામ નજીક આઈ માતા હોટલ સામે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે સમયે જી.જે.10 4613 નંબરની બોલરો ગાડી શંકાસ્પદ હાલતમાં નીકળતા ગૌરક્ષકોએ આ બોલેરો ગાડીને અટકાવીને તલાશી લીધી હતી. બોલરો ગાડીમાં11 પાડાઓ નિર્દયતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ગૌરક્ષકોની ટીમ બોલરો ગાડીના ચાલકને પકડે તે પહેલાં જ તે ચકમો આપીને બોલરો કાર ત્યાં જ રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો. બોલરો કારની અંદર નિર્દયતાપૂર્વક બાંધેલા આ અબોલ પશુઓ માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી આ પશુઓને કતલખાને ધકેલાતા હોવાની શંકથી ગૌરક્ષકોની ટીમે 11 પાડા ભરેલી બોલરો ગાડી મોરબી તાલુકા પોલીસને હવાલે કરી હતી. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે પશુ અતિક્રમણ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.