ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ, અન્ય છ જેટલા શખ્સોની સંડોવણી ખુલી : કુલ રૂ.1.15 કરોડનો મુદ્દામાલ કબ્જેમોરબી : માળિયા મિયાણા નજીક ગત મોડી રાત્રીના એસએમસીએ ત્રાટકીને એક ટ્રકમાં ભૂંસાની આડમાં લઈ જવાતો રૂ.92 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી લઈ બે શખ્સોની ધરપકડ કરી છે. આ મામલે માળિયા પોલીસમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાત સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ એસ.વી.ગલચરની ટીમે ગત મોડી રાત્રે માળિયા મિયાણામાં રેલવે જામનગર રોડ ઉપર આવેલ ક્રોસિંગ નજીક વોચ ગોઠવી ત્યાથી નીકળતા જીજે 10 ટીટી 9185 નંબરના ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાં ભૂંસાની આડમાં રૂ.92.69 લાખની કિંમતનો 7213 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂ. 1.15 કરોડના મુદામાલ સાથે એસએમસીએ ડ્રાઇવર ભાવેશ નાથા મોરી રહે. દરેડ, જામનગર અને ક્લીનર લીલા ટપુ મોરી રહે. દરેડ, જામનગરને પકડી લીધા છે. આ સાથે અરજણ આલા કોડીયાતર રહે. રાણપર, દેવભૂમિ દ્વારકા, ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડીયાતર રહે.ટીંબડી દેવભૂમિ દ્વારકા, ટ્રક મલિક, પંજાબના 3 શખ્સ મળી કુલ 6 શખ્સોની સંડોવણી ખુલી છે. હાલ આ મામલે માળિયા પોલીસમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.