અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર નજીક રીક્ષા ચાલકે અચાનક કાવો મારતા નીચે પટકાયેલ બાઈક ચાલકના પગ ઉપર પાછળ આવતા ટ્રકનું ટાયર ફરી વળતા બાઈક ચાલક અને પાછળ બેઠેલ વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર ડબલ સવારી બાઈક લઈને જઈ રહેલા નવા જાંબુડીયા ગામ દશામાંના ગેટ પાસે રહેતા ધીરૂભાઇ બચુભાઇ સારદીયા મકનસર નજીક પહોંચ્યા ત્યારે રીક્ષા ચાલકે કાવો મારતા બ્રેક મારતા બેલેન્સ ગુમાવી નીચે પટકાયા હતા ત્યારે પાછળ આવતા ટ્રકને હાથનો ઈશારો કરી ધ્યાન દોરવા છતાં MP-09-HG-3744 નંબરના ટ્રક ચાલકે ફરિયાદી તથા સાહેદને હડફેટે લેતા ધીરુભાઈના પગ ઉપર ટ્રકનું વ્હીલ ચડી ગયું હતું અને પાછળ બેઠેલાં વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની આ ઘટના અંગે ધીરુભાઈએ અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુંન્હો નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..