વ્યસ્ત હાઈવે પર શખ્સની વિચિત્ર હરકતથી વાહનચાલકો અચરજમાં મુકાઈ ગયામોરબી અપડેટ : મોરબી નજીક આવેલા લાલપર પાસે આજે એક વિચિત્ર ઘટના જોવા મળી છે. મુખ્ય હાઈવે પર કોઈ અજાણ્યા ટીખળખોર વ્યક્તિએ રસ્તાની વચ્ચોવચ બાંકડો રાખી દીધો હતો અને તેના પર આરામથી બિંદાસ્ત સૂઈ ગયો હતો. આ હરકતના કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને થોડા જ સમયમાં હાઈવે પર ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ હતી.હાઈવે પર 24 કલાક વાહનોની સતત અવરજવર રહેતી હોય છે, ત્યારે આ પ્રકારે રસ્તા વચ્ચે બાંકડો મૂકીને સૂઈ જવાના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની પણ પૂરેપૂરી શક્યતાઓ હતી. આ ટીખળખોર શખ્સના કારણે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો. રસ્તા વચ્ચે સૂતેલા આ વ્યક્તિને જોઈને વાહનચાલકો પણ અચંબામાં મુકાઈ ગયા હતા અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આવા બેજવાબદાર અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકનારા શખ્સો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #Lalpar #TrafficJam #HighwayIncident #MorbiNews #GujaratNews