ગઈ કાલે બપોરના ત્રણ યુવાનો તણાયા હતા:બે બચાવી લેવાયા'તા જ્યારે એક હજુ લાપતા છે હળવદ : હળવદ તાલુકાનાના અજીતગઢ અને માનગઢ ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદીમાં ગઈકાલે બપોરના અજીતગઢ ગામના ઠાકોર સમાજના ત્રણ યુવાનો તણાયા હતા જોકે બે યુવાનો ને બચાવી લેવાયા હતા જ્યારે એક યુવાન હજુ લાપતા છે જેથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા ગઈકાલ થી આજ બપોર સુધી તેની શોધ કરવામાં આવી હતી પરંતુ આ યુવાનનો કોઈ પત્તો ન લાગતા આખરે NDRFની મદદ લેવાઈ છે અને હાલ NDRF ટીમ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હળવદ તાલુકાના રણકાંઠાના છેવાડાના ગણાતા અજીતગઢ અને માનગઢ ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદી ના પાણીમાં અજીતગઢ ગામના ત્રણ યુવકો તણાયા હતા. આ તણાઈ ગયેલા યુવકો પૈકી અક્ષયભાઇ દિનેશભાઇ ઠાકોર અને બેચરભાઈ ગોરધનભાઈ ઠાકોર ને ગ્રામમજનો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતા. જ્યારે કાનાભાઇ ગોરધનભાઇ ઠાકોર (ઉ.વ. 20)ની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ ગઈકાલે તણાઈ ગયા બાદ આજ બપોર સુધી આ યુવકનો કોઈ જ પત્તો ન મળતા આખરે આજે NDRFની ટીમ ની મદદ લેવામાં આવી છે જેથી હાલ ટીમ દ્વારા નદીમાં આ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય જેથી આજે બ્રાહ્મણી-૨ ડેમમાંથી છોડાતા પાણીનો પ્રવાહ ઘટાડી સ્થાનિક તરવૈયાઓ અને NDRF ટીમ આ યુવકની શોધખોળ હાલ નદીમાં કરી રહી છે વધુમાં આ નદી નું પાણી સીધું જ રણમાં જતું હોય જેથી રણ નજીક પણ NDRFટીમ દ્વારા સોધખોળ કરવામાં આવી રહી છે આ બનાવને પગલે હળવદ મામલતદાર બી.કે કણજરીયા, તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ,રજનીકાંતભાઈ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ઓધવજીભાઈ ઠાકોર,જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ પટેલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલા સહિતનાઓ બ્રાહ્મણી નદી ખાતે દોડી આવ્યા હતા.