મોરબી: બિપરજોય વાવાઝોડા સામે લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર દ્વારા NDRFની ટીમને વિવિધ જિલ્લાઓમાં જવાબદારી આપી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ NDRFની ટીમ તૈયાર છે. NDRFની ટીમ દ્વારા આજે પોતાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લામાં NDRF ટીમના જવાનો પોતાના અદ્યતન બચાવ કામગીરીના સાધનો સાથે સજજ થઈ સેવા બજાવી રહ્યા છે. તેમજ જિલ્લામાં ઘરે ઘરે પહોંચીને લોકોની સલામતી સુનિશ્ચિત કરી રહ્યા છે. બચાવ કાર્ય માટે સજજ પૂરી ટીમ ઠેર ઠેર જઈને યોગ્ય નિરીક્ષણ કરી કાર્યવાહી કરી રહી છે.