મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટ સંચાલિત મહારાજ મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ ખાતે ગઈકાલે NCC દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે નવેમ્બર મહિનાના ચોથા રવિવારે NCC દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ગઈકાલે 27 નવેમ્બરને રવિવારના રોજ મોરબીની મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ ખાતે NCC દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના સંચાલક NCC ઓફિસર કેપ્ટન શર્મા સાહેબે જણાવ્યું હતું કે, કોલેજના પ્રાંગણમાં પૂર્ણ સ્વચ્છતા અભિયાન તેમજ સ્ટેચ્યૂ ક્લિનિંગ, NCC અંગે વક્તવ્ય, સંગીત, કવિતા, NCC ના અનુભવો, ચિત્ર હરીફાઈ, નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં NCC કેડેટ્સ તેમજ આ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ સાથ સહકાર આપ્યો હતો. સંપૂર્ણ કાર્યક્રમમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રજનીભાઈ તેમજ દેવાંગભાઈ દોશી તથા કોલેજના સમગ્ર સ્ટાફ તેમજ ઇન્ચાર્જ પ્રિન્સીપાલ માંડવીયા સાહેબે હાજરી આપી સાથ સહકાર આપ્યો હતો. કાર્યક્રમના અંતમાં તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન NCC ઓફિસર કેપ્ટન શર્મા સાહેબે જણાવ્યું હતું.