નવયુગ કોલેજના NCC કેડેટ્સને ટીબી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી જાગૃતિ લાવવા પ્રયાસ'માય ભારત વોલ્યુન્ટિયર નિક્ષય મિત્ર' અંતર્ગત વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી ટીબી દર્દીઓને સહયોગ આપવા પ્રતિબદ્ધતા દાખવીમોરબી અપડેટ : મોરબી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવ તથા જિલ્લા ક્ષય અધિકારી ધનસુખ અજાણાના દિશા નિર્દેશ હેઠળ નવયુગ કોલેજના NCC કેડેટ્સ માટે ટીબી અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન – 'માય ભારત વોલ્યુન્ટિયર નિક્ષય મિત્ર' અંતર્ગત નવયુગ કોલેજના NCC વિદ્યાર્થીઓએ ટીબી રોગ અંગે સમાજમાં જનજાગૃતિ ફેલાવવા, ગેરમાન્યતાઓ દૂર કરવા, સમાજમાં છુપાયેલા ટીબી દર્દીઓને શોધી નિદાનથી સારવાર સુધી પોતાનું યોગદાન આપવા તેમજ ચાલુ સારવાર પર રહેલા દર્દીઓને સાયકોસોશિયલ સહયોગ આપવા માટે પ્રતિબદ્ધતા દાખવી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓએ ટીબી મુક્ત ભારત એપ્લિકેશન પર પોતાનું રજીસ્ટ્રેશન કર્યું હતું.આ અભિયાન અંતર્ગત યુવાઓને 'માય ભારત વોલ્યુન્ટિયર' દ્વારા ટીબી દર્દીઓને સામાજિક તથા ભાવનાત્મક સહયોગ ઉપલબ્ધ કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. નેશનલ કેડેટ કોર (NCC) માં જોડાયેલા યુવાનો પોતાના રહેઠાણ વિસ્તારના ટીબી દર્દીઓના 'નિક્ષય મિત્ર” બનીને તેમને જરૂરી સહયોગ આપી શકે અને આરોગ્યની ટીમ સાથે સંકલન કરી શકે તે માટે નવયુગ કોલેજ અને જિલ્લા ક્ષય કેન્દ્ર-મોરબી દ્વારા આ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટીબી રોગની સમજ, નિદાન, સારવાર, સરકાર દ્વારા મળતી સહાય તેમજ દર્દીઓને સાયકોસોશિયલ સહયોગ કઈ રીતે પ્રદાન કરવો તે અંગે સ્વયંસેવકોને સમજ આપવામાં આવી હતી.તમામ NCC કેડેટ્સ અને માય ભારત વોલ્યુન્ટિયરને પોતાના વિસ્તારના દર્દીઓને મદદરૂપ થવા 'ટીબી મુક્ત ભારત અભિયાન એપ્લિકેશન' પર નોંધણી કરવા પ્રોત્સાહિત કરી સંકલ્પિત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષીએ NCC યુથને માય ભારત વોલ્યુન્ટિયર તરીકે આ કાર્યક્રમમાં જોડ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કોલેજના પ્રેસિડેન્ટ પી.ડી. કાંજીયા, NCC પ્રિન્સિપાલ નિલેશ મીરાણી, NCC ઑફિસર શીતલબેન કંઝારીયા, ટીબી પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી અને મોરબી તાલુકાના હેલ્થ સુપરવાઈઝર શૈલેષભાઈ પારેજીયાએ જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiNews #MorbiUpdate #NavyugCollege #NCC #TBMuktBharat #NikhshayMitra #HealthAwareness #YouthEmpowerment