આજ રોજ નવયુગ શૈક્ષણિક સંકુલ દ્રારા બે દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિર રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય ની મુલાકાત લીધી હતી જેમા વન વિભાગના પ્રકૃતિ પ્રેમી અધિકારી સાહેબશ્રી તેમજ તેમની ટીમ દ્વારા વનસ્પતિનો પ્રત્યક્ષ અભ્યાસ કરાવ્યો હતો સાથે બાળકોને જુદી જુદી વનસ્પતીઓની ઓળખ કેમ કરવી , બીજ કેવી રીતે વાવવુ , કેટલી ઉંડાઈએ બિજ વાવવુ , રોપાઓ કેવી રીતે તૈયાર કરવા, રોગ માટે કઈ ઔષધીય વનસ્પતીઓનો ઉપયોગ થાય છે, વિવિધ વન્યપ્રાણીઓ અને આપણા જીવનમાં તેનુ મહત્વ વગેરે ની વિસ્તૃત ઉંડાણપુર્વકથી બાળકોને માહીતગાર કર્યા હતા અને રસપુર્વક બાળકોને વન વિભાગની કામગીરીની ચર્ચા કરીને બાળકો સાથે પ્રશ્નોતરી કરી હતી આ તકે સાથે જનાર શિક્ષક શ્રી શૈલેષભાઇ પરમાર અને સંદિપભાઈ તેમજ શાળાના પ્રમુખ શ્રી પી.ડી.કાજીયા સાહેબ ફોરેસ્ટ ઓફીસર સાહેબ અને તેમની ટીમ નો આભાર વ્યકત કરે છે