મોરબી : યુવા રન ફાઉન્ડેશન દ્વારા અયોજીત રાજકોટ, સુરેન્દ્રનગર તેમજ મોરબી જિલ્લા માટે યોગાસન સ્પર્ધા તારીખ 28/07/2019ના રોજ રાજકોટ આત્મીય યુનિવર્સિટી રાજકોટ ખાતે યોજાયેલ. મોરબી જિલ્લાના કુલ 400થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમા નવયુગ વિદ્યાલયના સેરસિયા આદિત્ય વિજેશભાઈએ અન્ડર 20 વયજૂથમાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ખૂબ જ રસપ્રદ એવી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવનાર આદિત્ય નિયમિત પણે ઘેર તેમજ શાળામાં યોગા પ્રેક્ટિસ કરે છે. આદિત્યને આ સિદ્ધિ બદલ ચોમેરથી શુભેચ્છઓ મળી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne