સંકુલ, વિદ્યાલય અને પ્રિ-સ્કૂલમાં રાસ-ગરબા, મટકીફોડ, છપ્પનભોગ અને લાઇવ રિધમ સહિતના કાર્યક્રમો યોજાયામોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે નવયુગ વિદ્યાલય, નવયુગ શૈક્ષણિક સંકુલ-વીરપર તથા નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ ખાતે ભક્તિ, સંગીત અને ભારતીય સંસ્કૃતિના અનોખા સંગમ સાથે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર નવયુગ પરિવાર જાણે ગોકુળ-વૃંદાવનના રંગે રંગાયો હોય તેવો મનમોહક માહોલ સર્જાયો હતો.નવયુગ શૈક્ષણિક સંકુલ અને કોલેજ ખાતે ભવ્ય ઉજવણીકાર્યક્રમની શરૂઆત શ્રીકૃષ્ણની મહાઆરતીથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા રાસ, મણિયારો તથા કૃષ્ણના જીવન આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિશેષ આકર્ષણ તરીકે સંસ્થાના ભૂતપૂર્વ અને વર્તમાન ગાયક-વાદન કલાકારોએ એક મંચ પર આવીને લાઈવ રિધમ સાથે કૃષ્ણ રાસની જમાવટ કરી હતી. કેમ્પસમાં મથુરાની જેલનું સુંદર ડેકોરેશન અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. KG થી ધોરણ 5ના નાના ભૂલકાઓએ કૃષ્ણ-સુદામા નાટક અને રાધા-કૃષ્ણ રાસ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. આ સાથે મટકી ફોડનો કાર્યક્રમ પણ ભારે ઉત્સાહથી યોજાયો હતો.વિદ્યાલયમાં છપ્પનભોગ અને ડેકોરેશન સ્પર્ધાનવયુગ વિદ્યાલય ખાતે ભગવાન શ્રીકૃષ્ણને છપ્પનભોગ અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક મહાઆરતી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ખીલે તે માટે મટકી ડેકોરેશન અને ઝૂલા ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સુંદર ઝૂલાઓ અને કલાત્મક મટકીઓએ કેમ્પસને ગોકુળ જેવો ઓપ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ રાસ અને મટકી ફોડ કાર્યક્રમની મોજ માણી હતી.પ્રિ-સ્કૂલમાં બાળગોપાલોની મસ્તીનવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ ખાતે નાના ભૂલકાઓ રાધા-કૃષ્ણ અને બાળગોપાલની વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા. કાન્હા પૂજન, આરતી, ટીચર્સ દ્વારા ભક્તિ રાસ, બાળકોના ગરબા અને મટકી ફોડ જેવા કાર્યક્રમોએ ઉજવણીને યાદગાર બનાવી હતી.આ ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો સાથે જોડવાનો હતો. આ પ્રસંગે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી. કાંજીયાએ સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, “શિક્ષણનો અર્થ માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવો નથી, પરંતુ વિદ્યાર્થીઓને આપણી ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને જીવનમૂલ્યો સાથે જોડવાનો પણ છે. નવયુગના વિદ્યાર્થીઓ જ્ઞાનની સાથે સંસ્કારનો વારસો પણ જીવનમાં ઉતારે એ જ અમારો પ્રયાસ છે.” તેઓએ સુંદર કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર જન્માષ્ટમી મહોત્સવને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે નવયુગ ગ્રુપના તમામ યુનિટના સ્ટાફમિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.#MorbiUpdate #NavyugGroupOfEducation #Janmashtami #MorbiNews #KrishnaJanmotsav #MatkiPhod #Morbi