મોરબી : આજથી જગત જનનની માં નવદુર્ગાની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવ શરૂ થયો હોય ત્યારે ઠેરઠેરની સાથે પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરવા માટે મોરબી વિહિપ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, યદુનંદન ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ 2022 જેલરોડ યદુનંદન ચોક છત્રપતિ શિવાજી સર્કલ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આ ચોક વિસ્તારને રોશની અને ધજાકા પતાકાથી શણગાર કરવામાં આવ્યો છે. આજ રાત્રિથી શરૂ થનાર માતાજીની આરાધના રૂપે નવરાત્રી મહોત્સવમાં દરેક ભાઈ બહેનોને પધારવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ કે.બી. બોરીચાની યાદીમાં જણાવાયું છે.