મોરબી : ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ગાયત્રી ગરબી મંડળ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ નવરાત્રી મહોત્સવનું ગાયત્રી પ્રેરણા મંદિર, 14- વાઘપરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તા.15ને રવિવારે રાત્રે 9:30 કલાકે નવરાત્રી પ્રારંભ થશે. જેમાં સામાજિક અગ્રણી દીલીપભાઈ ભટ્ટ, પ્રમુખ અને ટ્રસ્ટી જગદીશભાઈ ઓઝા, ટ્રસ્ટી મંત્રી પ્રદીપભાઈ દવે, ટ્રસ્ટી અંબરીશભાઈ જોશી, સુરેશભાઈ પંડ્યા, ભુપતભાઇ પંડ્યા, રજનીકાંતભાઈ ભટ્ટ, વિપુલભાઈ અમદાવાદી, ગીરીશભાઈ જોશી અને મહિધરભાઈ દવે ઉપસ્થિત રહી દીપ પ્રજ્વલિત કરશે.