મોરબી : મોરબીમાં લાયન્સ નગરમાં છેલ્લા 40 વર્ષથી ચાલતી નવદુર્ગા ગરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા નવરાત્રીના છઠ્ઠા નોરતાની ઉજવણી કરવામાં આવી હતી. આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ગરબીની 58 બાળાઓને કંકુ-ચોખા, ફૂલથી શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ દરેક બાળાઓને સ્કુલ બેગ, સ્ટેશનરી, શણગાર, નાસ્તાની ભેટ આપવામાં આવી હતી. તેમજ નિ:સ્વાર્થ ભાવે સેવા આપતા આયોજકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના ટીચર યોગેશભાઈ હિરાણી સાથે સાધકો, વોલિએન્ટર ટીમ તેમજ નવદુર્ગા ગરબીના આયોજક બારોટ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.