મોરબી : આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આજથી નવ દિવસ માં ભગવતીના ગરબા ગાઈ પૂજન અર્ચનનો પર્વ શરૂ થયો છે. ઠેર ઠેર ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જય મહાકાલ સતવારા મિત્ર મંડળ ગ્રુપ દ્વારા સતવારા સમાજ માટે માધાપર ઓજી રોડ નીલકંઠ મહાદેવ મંદિર ની બાજુમાં શ્રી શક્તિધામ મંદિર ખાતે શ્રી શક્તિધામ નવરાત્રી મહોત્સવ 2025નું ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.