આજે પવિત્ર આઠમ હોવાથી દરેક ગરબીઓ અને ગામે ગામ અને દરેક વિસ્તારના વિવિધ માતાજીના મંદિરે નવૈદ્ય ધરાશે નવરાત્રીના અંતિમ ચરણમાં આજે આઠમ અને કાલે નોમ એમ બે દિવસ જ બાકી હોય એ છેલ્લા દિવસે સર્વત્ર રાસ ગરબાની રણઝટ જામશે મોરબી : મોરબીમાં નવરાત્રીમાં મા આદ્યશક્તિની ભક્તિ કરવાનો રંગ ઘૂંટાઈ રહ્યો છે. શેરીએ ગલીએ અને સોસાયટી, ગ્રામણ વિસ્તારમાં પ્રાચીન ગરબી વર્ષોથી ભપકાદાર આયોજન વગર ઢોલ-નગારા અને મજીરા તેમજ માઈકના સુરે ભારે જમાવટ કરી રહી છે. સર્વત્ર રાસ ગરબાની ધૂમ મચી છે. જ્યારે અર્વાચીન રસોત્સવને પણ ટક્કર આપતો શહેરની વચ્ચોવચ આવેલી વર્ષો જુની શક્તિ ચોક ગરબી અને મંગલ ભુવન પ્રાચીન ગરબીમાં ભપકાદાર રોશની અને ભવ્ય આયોજન છતાં પ્રાચીન ઢબે રજૂ થતા માતાજીના વિવિધ રાસોને કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. મોરબીમાં ત્રણ મુખ્ય અર્વાચીન રસોત્સવમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત તમામ મહિલાઓ માટે મુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં ફ્રી એન્ટ્રી સાથે આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવ તેમજ બીજા પાટીદાર નવરાત્રી મહોત્સવ અને ઉમિયા નવરાત્રી મહોત્સવમાં હિમેશ રેશમિયા અને કૈલાસ ખેર જેવા બોલવુડ મહારથી કલાકારોને આમંત્રિત કરવાથી આ અર્વાચીન રસોત્સવે તમામ યુવાનોને ભારે ઘેલું લગાડ્યું હતું. અર્વાચીન રસોત્સવમાં ખેલૈયાઓ માટે રાત પડે ને દિવસ ઉગે તો માહોલ સર્જાયો છે. હાલ નવરાત્રી મહોત્સવ અંતિમ ચરણમાં પહોંચ્યો છતાં હજુ ખૈલૈયાઓમાં રાસ ગરબે ઝૂમવાનો જોશ યથાવત જ રહ્યો છે. ઉપરાંત શહેરના રવાપર રોડ, શનાળા રોડ પરની સોસાયટીઓ, જુના બસ સ્ટેન્ડ, ગાંધીચોક, વંસત પ્લોટ, સાવસર પ્લોટ, કાયાજી પ્લોટ, કાયાજી પ્લોટ, ગાંધીચોકમાં માત્ર પુરુષો દ્વારા યોજાતી અનોખી ગરબી, ગ્રીનચોક અને દરબાર ગઢ આસપાસના નાના મોટા અનેક વિસ્તારોમાં, સામાકાંઠે રોટરી, રિલીફ, વિધુતનગર, જન કલાયણનગરમાં માં નવરાત્રી ગરબી ફ્રી સ્ટાઇલ દાડિયા રાસ, જુના નવા ગુજરાત હાઉસિંગ બોર્ડ, ત્રાજપર વિસ્તારમાં, સોઓરડીમાં મેલડી ગરબી, વરિયા પ્રજાપતિ ગરબી, શક્તિ ગરબી સહિતના દરેક વિસ્તારમાં પ્રાચીન ગરબીમાં આજથી જૂની અને નવી પરંપરા સાથે ભક્તિભાવ સાથે રાસ ગરબા રમીને બાળાઓ માતાજીની આરાધના કરી રહી છે. ગ્રામણી વિસ્તારમાં વર્ષો જૂની ગરબીમાં ચાચાપર, વિરપર, ઉમિયાનગર, ખાનપર, સદુળકા, આંદરણા, ઉંચી -નીચી માંડલ, લજાઈ સહિતના દરેક વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ ઢોલ નગારા અને શરણાઈ તેમજ માઈકના સુરે બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહી છે. આજે આઠમમાં હોવાથી દરેક ગરબીઓ કે માતાજીના મંદિરે હોમ હવન તેમજ નવૈદ્ય ધરાશે. દરેક ઘરે લોકો આજે પરપ્રાંગત ધાન્યના નવૈદ્ય બનાવીને માતાજીને નવૈદ્યનો ધૂપ અર્પણ કરીને માતાજીનો નવૈદ્ય રૂપી પ્રસાદ આરોગશે. ઘણા લોકો આજે સવારથી આઠમમાં માતાજીની ભક્તિ કરવાની તૈયારીમાં લાગી ગયા છે. ઘણા લોકો આઠમનો ઉપવાસ કરીને માતાજીની પૂજા અર્ચના કરશે.જો કે અંશે ભક્તો નવરાત્રીના નવે નવ દિવસ નકોડા ઉપવાસ કરીને માતાજીનું અનુષ્ઠાન કરી રહ્યા છે. હવે આજે આઠમ પછી કાલે નોમ એક જ દિવસ ગરબીનો બાકી હોય તમામ ગરબીઓમાં આજે આઠમ અને નોમ બે અંતિમ દિવસ રાસ ગરબાની રંગત જામશે અને દશેરાએ રાવણ દહન કરવામાં આવશે.