મોરબી : કિશનગઢ (સોખડા) ગામે આગામી તારીખ 5 ફેબ્રુઆરી ને બુધવારના રોજ ખાંભરા પરિવાર દ્વારા રવેચી માતાજીના નવરંગા માંડવાનું અને કર વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. અમુભાઈ વાલાભાઈ ખાંભરા, ભરતભાઈ અમુભાઈ ખાંભરા અને વિપુલભાઈ અમુભાઈ ખાંભરા દ્વારા રવેચી માતાજીના મઢે 5 ફેબ્રુઆરીએ રવેચી માતાજીનો નવરંગો માંડવો યોજાશે. સાથે જ વિપુલભાઈ ખાંભરાની પુત્રી નવ્યા તથા પુત્ર નિવાનની કર વિધિ પણ યોજાશે. આ નિમિત્તે પંચના ભુવા અને રાવળદેવ બાબુભાઈ મેપાભાઈ રાવળદેવ (મોરબી) ઉપસ્થિત રહેશે.