મોરબી : આગામી તારીખ 13 ડિસેમ્બર ને શુક્રવારના રોજ મોરબીના સાપર ખાતે પાવડીયારી મેલડી માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાશે.ચતુરભાઈ મગનભાઈ પીપળીયા અને રણછોડભાઈ ચકુભાઈ પીપળીયા દ્વારા પાવડીયારી મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12 તારીખે રાત્રે 9 કલાકે નાનું માંડલુ, 13 ડિસેમ્બરે સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, રાત્રે 9 કલાકે મોટુ માંડલું અને 14 ડિસેમ્બરે સવારે શુભ ચોઘડિયે થાંભલી વધાવવાનું મુહૂર્ત છે. 13 ડિસેમ્બરે સાંજે 4 કલાકે ભુવાના સામૈયા થશે. આ નવરંગા માંડવામાં રાવળદેવ પ્રફુલભાઈ જેતપરવાળા ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરશે.