મોરબી : આગામી તારીખ 7 એપ્રિલ ને સોમવારના રોજ મોરબીના સો-ઓરડી શેરી નંબર-5 ખાતે આવેલા પંચની મેલડી માતાજીના મંદિરે મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે.સો-ઓરડી વિસ્તારના સર્વે ભાઈઓ-બહેનો દ્વારા આયોજિત આ પંચના મેલડી માતાજીના નવરંગા માંડવામાં 7 એપ્રિલે સવારે શુભ ચોખડીયે થાંભલી રોપણ થશે. બપોરે 11-30 કલાકે ગામ સમસ્ત માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને 8 એપ્રિલે સવારે શુભ ચોખડીયે થાંભલી વધાવવામાં આવશે.