મોરબી : મોરબીના હળવદ-ઘુંટુ રોડ પર આવેલા રામકો વિલેઝ સોસાયટી ખાતે આગામી તારીખ 2 જાન્યુઆરી ને ગુરુવારના રોજ ચાંદલીયાવાળા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે.ચાંદલીયાવાળા મામાદેવના મંદિરે ચાંદલીયાવાળા મામાદેવ મિત્ર મંડળ- મોરબી તથા ચાંદલીયાવાળા મામાદેવ મિત્ર મંડળ- રાપર (કચ્છ) દ્વારા નવરંગા માંડવાનું આયોજન કરાયું છે. જેમાં 2 જાન્યુઆરીએ સાંજે 6 કલાકે મામાદેવના મંદિરે મહાપ્રસાદ યોજાશે અને રાત્રે 9-30 કલાકે ડાકલાની રમઝટ બોલશે. જેમાં ચાંદલીયાવાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ અને રાવળદેવ ભાવેશભાઈ ગુજ્જર (સુરેન્દ્રનગર) માતાજીની આરાધના કરશે. આ પ્રસંગે સિંગર રાજલબેન પરમાર (દિયોદર), સિંગર ભાવનાબેન પટેલ (પદમપર-કચ્છ) અને સિંગર ગોપાલ મુંધવા (સુરેન્દ્રનગર) હાજરી આપશે. નવરંગા માંડવાનું લાઈવ પ્રસારણ એનબી સ્ટુડિયો-બોટાદની યુટ્યૂબ ચેનલ પર કરાશે.