મહાઆરતી, મહાપ્રસાદ અને રાત્રે ડાક ડમરૂનો ભવ્ય કાર્યક્રમ મોરબી : મોરબીના નાની વાવડી ગામે જીદિલા મામાદેવ ગ્રુપ દ્વારા આગામી તા. 13ને શનિવારના રોજ મામાદેવના નવરંગ માંડવાનું આયોજન કરાયું છે.નવરંગ માંડવાના આ આયોજનમાં તા.13 ને શનિવાર સવારે શુભ મુહૂર્તમાં મામાદેવનું મહાપૂજન, સાંજે 7 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9.30 કલાકે ડાક ડમરૂ કાર્યક્રમ યોજાશે. મહોત્સવમાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, (જીદિલા મામાદેવ) કાળભૈરવ દાદાના ભુવા હકાભાઇ બજાણીયા, કમલેશભાઈ પરમાર (ચામુંડા માતાજી), ભગીરથભાઈ ગઢવી (મેલડી માતાજી ), બાબુભાઈ સુરણી (મેલડી માતાજી ) ,તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહેશે.રાવળદેવ મુકેશભાઈ (સાયલા વાળા ) તથા સાથી ગ્રુપ હાજર રહસે. સાથે સંતો -મહંતો ઉપસ્થિતિ રહેશે તો ઉપરોક્ત ધાર્મિક મહોત્સવનો લાભ લેવા જીદિલા મામાસાહેબ ગ્રુપ નાનીવાવડી દ્વારા નિમંત્રણ પાઠવાયુ છે.