મોરબી : મોરબીમાં સો ઓરડી બુધવારી બજાર રઘાભાઈ ડેરી વારાની બાજુમાં જય અંબે ગરબી ચોક ખાતે તા 16-4-2025 ને બુધવારે સવારે 8 થી 1 કલાકે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં ફુલ છોડના કલમી, રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ખાતર, ઈન્ડોર આવુટ ડોર પ્લાન્ટ, શોપીસ રાહત ભાવે મળશે. તેમજ નવી વસ્તુઓ સરગવા ત્થા દુધીનુ જ્યૂસ ફ્રી ટેસ્ટ કરવા આપવામાં આવશે. વધુ માહિતી માટે હર્ષદભાઈ વામજા પ્રજાપતિ મો.નં. 9825494657, ગોપાલભાઈ વાઘાણી મો. નં. 9978856023 પર સંપર્ક કરવો. તેમજ આ સંસ્થા દર મહિનાના ત્રીજા બુધવારે ખેડુત હાટ ભરે છે. જે દરમ્યાન કાપડની થેલી લઈને આવવા જણાવવામાં આવ્યું છે.