12 એપ્રિલના રોજ શનાળા રોડ પર વિવિધ ઓર્ગેનિક વસ્તુઓ, આયુર્વેદિક ઔષધિઓ અને રોપા રાહત ભાવે ઉપલબ્ધ રહેશેમોરબી : મોરબીમાં નવરંગ નેચરલ ક્લબ દ્વારા દર મહિનાના બીજા રવિવારે પ્રાકૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી તારીખ 12/4/26 ને રવિવારના રોજ સવારે 8 થી 1 વાગ્યા સુધી શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે આવેલ સત્યેશ્વર મહાદેવ મંદિર નજીક આ વિશેષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રાકૃતિક મેળામાં લોકોને રોજિંદી જરૂરિયાતની અનેક શુદ્ધ અને ઓર્ગેનિક વસ્તુઓ રાહત ભાવે પૂરી પાડવામાં આવશે. અહીં દરેક જાતના ફૂલ-છોડના રોપા, દેશી ઓસડિયા ચૂર્ણ, આયુર્વેદિક દવા, શુદ્ધ મધ, ખાખરા, અગરબત્તી, ગૂગળ, કપૂર, ગાયનું ઘી, ગોળ, દેશી ખાંડ, સાબુ, શેમ્પૂ અને લાકડાની વિવિધ આઈટમો ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત મગફળી અને તલનું તેલ, હાથ બનાવટની તાવડી અને પાટિયા, માટી તેમજ ફાઈબરના કુંડા, ઓર્ગેનિક શાકભાજી અને પાણીના પરબ પણ રાહત દરે મેળવી શકાશે.આયોજકો દ્વારા મુલાકાતીઓને પર્યાવરણના જતન હેતુ ખરીદી માટે પોતાની સાથે કાપડની થેલી લઈને આવવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ મેળા અંગેની વધુ માહિતી માટે નવરંગ નેચરલ ક્લબના પ્રમુખ વી. ડી. બાલા (મોબાઈલ નંબર: 9427563898) અથવા મોરબીના લવજીભાઈ પ્રજાપતિ (મોબાઈલ નંબર: 9925369465) નો સંપર્ક કરી શકાશે. મોરબીની જનતાને આ પ્રાકૃતિક મેળાનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #NavrangNatureClub #OrganicProducts #NaturalFair #MorbiNews #Ayurveda