મોરબી : નવરંગ નેચરલ ક્લબ દ્વારા આગામી તારીખ 14 સપ્ટેમ્બર ને રવિવારના રોજ સવારે 8 થી 1 વાગ્યા સુધી મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિરા પાસે રાહત ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.જેમાં દરેક જાતના ફૂલ છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ખાતર, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, દેશી ખાંડ, ગોળ, નવરાત્રી માતાજીના પંચ ધુપ હવન સામગ્રી, ધુપ સ્ટીક, અગરબત્તી, ગુગળ, કપુર, કાળી માટીમાંથી બનાવેલ તાવડી પાટીયા, કુંડા, ખાસ નોનસ્ટિક તાવડી, કપ, રકાબી, બરણી, ગ્લાસ સહિતની વસ્તુઓ મળશે. નવરંગ નેચરલ ક્લબ દર મિનાના બીજા રવિવારે ખેડૂત હાટ ભરે છે. જેમાં ખરીદી કરવા આવનારને કાપડની થેલી લઈને આવવા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે પ્રમુખ વી.ડી. બાલા (ફોરેસ્ટ ઓફિસર) મો.નં. 9427563898 અથવા લવજીભાઈ પ્રજાપતિ (મોરબી) મો.નં. 9925369465 પર સંપર્ક કરવા જણાવાયું છે.