મોરબી : 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવરંગ નેચરલ ક્લબ રાજકોટ દ્વારા મોરબીના ખાનપર ગામે ગોમતેશ્વર મહાદેવ ખાતે તા. 4 અને 5 જૂનના રોજ પર્યાવરણ જાગૃતિ માટેના બે દિવસના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં કલમી ફળાઉ રોપા અને દેશી કુળના રોપાનું વધુ વાવેતર થાય, વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાનું આયોજન, ખેતર / વાડીમાં પક્ષીઓ માટે બે લાઈન, જુવાર/ બાજરાનું વાવેતર થાય, પ્લાસ્ટિકનો વપરાશ ઘટે આ બધા મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ દરમ્યાન પૂર્વ ફોરેસ્ટ ઓફિસર વી.ડી. બાલા તેમજ સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ગામેથી પર્યાવરણ પ્રેમી હાજર રહ્યા હતા. સાથે જ ગૌ આધારિત ખેતીની માહિતી આપી હતી.