મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તા. 11-1-2026 ને રવિવારના રોજ મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે રાહત ભાવે પ્રાકૃતિક વસ્તુઓનો મેળો યોજાશે.જેમાં દરેક જાતના ફૂલ છોડના કલમી રોપા, દેશી ઓસડીયા ચુર્ણ, આયુર્વેદિક દવાઓ, શુદ્ધ મધ, અગરબત્તી, ગુગળ, કપૂર, ગાયનું ઘી, ગોળ, ઓર્ગેનિક ખાંડ, હાથ બનાવટની તાવડી, પાટીયા, કુંડા, કપ રકાબી, બરણી, ગ્લાસ ગરમ મોજા, પાપડ, ખાખરા, કાળા- સફેદ તલ નું ડ્રાયફ્રૂટ કચરીયુ, તલ અને મગફળીનું તેલ (એક વર્ષની ગેરેન્ટી સાથે), મિક્સ કઠોળ ડીશ, મખાના, ચીકી, સરગવા, આમળા, દુધી, બીટનું જ્યુસ ટેસ્ટ માટે તથા વેચાણથી મળશે. ખરીદી કરવા આવતા લોકોને કાપડની થેલી લઈને આવવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે પ્રમુખ વી.ડી. બાલા (મો.નં. 9427563898) અથવા લવજીભાઈ પ્રજાપતિ (મોરબી) (મો.નં. 9925369465)નો સંપર્ક કરવા જણાવાયું છે.