મોરબી : નવરંગ નેચરલ કલબ દ્વારા તા. 10-9-2025 ને બુધવારના રોજ મોરબી (૨) રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફિસ સામે સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહત ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં ફુલ છોડના કલમી, રોપા, 26 પ્રકારના ગુલાબ, મોગરો, ચંપો, કેવડો, ગલગોટા, દેશી ખાતર, ઈન્ડોર - આઉટડોર પ્લાન્ટ, શોપીસ રાહત ભાવે મળશે. આ ઉપરાંત દરેક જાતના દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા હરડે, બહેડા, આમળા, અરીઠા, શિકાકાઈ, ત્રિફળા, સરગવો, મેથી, સિંધાલૂણ, પાવડર ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, એલોવેરા, લીમડાના અરીઠા, શિકાકાઈ, સાબુ, ધુપ - અગરબત્તી, ગુગળ, કપુર, હવન સામગ્રી હાથેથી બનાવેલ તાવડી, પાટીયા, કુંડા, ખાસ નોનસ્ટિક તાવડી, કપ-રકાબી, બરણી, ગ્લાસ વગેરે રાહત ભાવે મળશે. આ સંસ્થા દર મહિનાના બીજા બુધવારે ખેડૂત હાટ ભરે છે તેથી કાપડની થેલી લઈ આવવા રામભાઈ આહીર (ગૌવરક્ષક ) મો. નં. 9825109184 અને લાલુભા એમ ઝાલા મો. નં. 9879253410ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.