મોરબી : આગામી તારીખ 14 ડિસેમ્બર ને રવિવારના રોજ સવારે 8 થી 1 વાગ્યા દરમિયાન મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે નવરંગ નેચરલ ક્લબ દ્વારા રાહત ભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.જેમાં દરેક જાતના ફૂલ છોડના કલમી રોપા, 26 પ્રકારના ગુલાબ, દેશી ઓસડીયા, પાવડર ચુર્ણ, શુદ્ધ ચોખ્ખું મધ, હવન સામગ્રી, અગરબત્તી, ગુગળ, ધુપ, લીમડો, એલોવેરા સાબુ, હેન્ડીક્રાફ્ટ, તાવડી, પાટીયા, કુંડા, કપ, રકાબી, બરણી, ગ્લાસ, ગરમ મોજા, પાપડ, કાળા સફેદ તલની સાની કચરીયું, ડ્રાયફ્રુટ કાજુ, બદામ, ખજુર, અંજીર, ટોપરૂ નાખેલ તલનું તેલ, શુદ્ધ મગફળીનું તેલ (એક વર્ષની ગેરેન્ટી સાથે) સહિતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. આ સંસ્થા દર મહિનાના બીજા રવિવારે ખેડૂત હાટ ભરે છે. વસ્તુ લેવા આવતા લોકોએ કાપડની થેલી લઈને આવવા જણાવ્યું છે. આ વેચાણ વ્યવસ્થાનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ વી.ડી. બાલા (મો.નં. 9427563898) અને લવજીભાઈ પ્રજાપતિ (મોરબી, મો.નં. 9925369465)એ સૌને અપીલ કરી છે.