મોરબી : નવનાત વાણિક સમાજ મેડિકલ કમિટી મોરબી દ્વારા આગામી તારીખ 5-1-2025 ને રવિવારના રોજ સવારે 10 થી સાંજના 4 કલાક દરમ્યાન દશાશ્રી માળી વાણિક વાડી, બેંક ઓફ બરોડાની સામે, સરદાર રોડ, મોરબી ખાતે સર્વ જ્ઞાતિ બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાહત ભાવે હાડકાની ઘનતા (BMD), કાયાપલટ ( વજન ઘટાડવા માટે) આયુર્વેદ, લીવર, કિડની, કોલેસ્ટ્રોલ, ઇમ્યુનિટી, વિટામિનની ઉણપ વગેરે જનરલ તપાસ કરવામાં આવશે. તેમજ જે રિપોર્ટની ફી માર્કેટમાં અંદાજીત 8000 રૂ. છે આ કેમ્પમાં તે રિપોર્ટ 250 રૂ.માં કરી આપવામાં આવશે. આ ઉપરાંત આ કેમ્પમાં કમર દર્દ, ઘૂંટણનો દુઃખાવો, સાંધા અને સ્નાયુઓના વા, સાયટીક, ફ્રોજન સોલ્ડર એવા દુઃખાવાનો ઈલાજ કરવામાં આવશે. આ કેમ્પમાં માત્ર થોડા દર્દીઓને વહેલા તે પહેલાના ધોરણે ચેકઅપ કરવાનું હોવાથી અગાઉ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન ફી 250 રૂ. છે. જરૂરિયાત વાળા દર્દીઓને રાહતભાવે દવા આપવામાં આવશે. અગાઉથી દવા ચાલુ હોય તેવા દર્દીઓએ જૂની ફાઇલ સાથે રાખવી. તેમજ વધુ માહિતી માટે કેમ્પના આયોજક મોરબી જિલ્લા પ્રમુખ નીતિનભાઈ ડી. મહેતા (મો.નં. 94265 27109), મહામંત્રી પરેશભાઈ સી શાહ (મો.નં. 83206 90711), મંત્રી હિતેશભાઈ કે. ભાવસાર (મો.નં. 98250 26800) પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.