માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકે સવારે કામ અર્થે નીકળેલા યુવાનનો ભોગ લીધો માળીયા : માળીયાના નવલખીથી મોરબી રોડ ઉપર બેફામ ગતિએ દોડતા ટ્રકની હડફેટે યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જેમાં માતેલા સાંઢની દોડતા ટ્રકે સવારે કામ અર્થે નીકળેલા યુવાનનો ભોગ લીધો હતો. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર લાંબા સમયથી નવલખીથી મોરબી વચ્ચે બેફામ બનીને દોડતા ભારે વાહનોથી લોકોના જીવ ઉપર જોખમ હોવાની દહેશત વચ્ચે આજે સવારે આ રોડ ઉપર જીવલેણ અકસ્માત દુર્ઘટના બની હતી. જેમાં નવલખીથી મોરબી ચાલતા ટ્રકની હડફેટે બાઈક ચડી ગયું હતું. નવલખી મોરબી રોડ ઉપર કામ અર્થે નીકળેલા મજૂરો તરફ રોગ સાઈડમાં આવી જી.જે.05 1179 નંબરના ટ્રક ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઈક ચાલક યુવાન ગુલામ હુશેન જુમાભાઈ સુમરાને ગંભીર ઇજા થતાં તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે મોરબી ખસેડાયા છે. આ મૃતક યુવાન માળીયાના વવાણીયા ગામનો રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે. આ યુવાનનું અકસ્માતમાં મોતથી તેના પરિવાર અરેરાટી મચી ગઇ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..